Wednesday, May 14, 2025

મોરબીના મહેન્દ્રનગરમા ઓફીસમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના મહેન્દ્રનગર સમર્પણ હોસ્પિટલ સામે આવેલ કોમ્પ્લેક્ષમા ઓફીસમાં જુગાર રમતા કુલ-૪ ઇસમોને રોકડા રૂપીયા-૫૨,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે, મુકેશભાઇ જેરામભાઇ રાંકજા રહે.મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળી મહેન્દ્રનગર સમપર્ણ હોસ્પીટલની સામે આવેલ કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે ઓફીસમાં રેઇડ કરતા ફુલ- ૦૫ ઇસમો મુકેશ જેરામભાઇ રાંકજા રહે.મોરબી સામાકાંઠે સરસ્વતી સોસાયટી, રમેશભાઇ મોહનભાઇ માલકીયા રહે.ગારીયા તા.વાંકાનેર જી.મોરબી, હસખુમભાઇ બાબુભાઇ ધુમલીયા રહે.મોરબી પંચાસર રોડ રૂષભપાર્ક સોસાયટી, હર્ષદભાઇ ગોરધનભાઇ થડોદા રહે.મોરબી મહેન્દ્રનગર પીપળવાસવાળા રોકડ રકમ રૂ.૫૨,૦૦૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડયા છે તેમજ અન્ય એક શખ્સ મહેશભાઇ પટેલ રહે.મોરબી પંચાસર રોડ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે અને તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર