મોરબીના મકનસર ખાતે પોલીસના જવાનોએ કર્યા SSY ના યોગ
મોરબીના મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસના જવાનાએ કર્યા યોગ – પ્રાણાયામ ધ્યાન
મોરબી: આજની આ ભાગ દોડ વાળી જીદંગીમાં લોકો અસ્ત,વ્યસ્ત અને અનેક રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત હોય છે, એમાંય વળી પોલીસ તરીકેની ફરજ ખુબજ આકરી હોય છે, પોલીસના જવાનો પોતાની ફરજના કારણે સમયસર જમી શકતા નથી,સમયસર ઉંઘ લઈ શકતા નથી, અડધી રાત્રે પણ ફરજ પર હાજર થવું પડે છે એટલે પોલીસ જવાનોનું જીવન અનિયમિતાથી ભરેલું હોવાના કારણે ખુબજ માનસિક ટ્રેશ અને શારીરિક થાક અનુભવતા હોય છે એના કારણે પોલીસના જવાનો આધિ,વ્યાધિ અને ઉપાધીના કારણે ડાયાબીટીસ,બીપી, અનિંદ્રા, હેડએક જેવી તકલીફોનો ભોગ બનતા હોય છે.
ત્યારે પોલીસના જવાનોના તન, મનને તંદુરસ્ત રાખવા માટેનો કોઈ રામબાણ ઈલાજ હોય તો તે છે યોગ,પ્રાણાયામ,યોગશાન અને ધ્યાન,નિયમિત યોગ-પ્રાણાયામ કરવાથી તન તંદુરસ્ત બને છે,મન મજબૂત બને છે,એવા શુભ હેતુ સાથે ઋષિ પ્રભાકરજી પ્રેરીત સિદ્ધ સમાધિ યોગ,*SSY ના આચાર્ય રાજુ પટેલ અને નવનીતભાઈ કુંડારિયા બંને આચાર્યોએ મોરબીના મકનસર ખાતેના પોલીસ હેડક્વાર્ટર મુકામે વહેલી સવારે પોલીસ જવાનો અને બહેનોને યોગ – પ્રાણાયામ કરાવ્યા હતા.યોગ-પ્રાણાયામ- ધ્યાનનો સમગ્ર કાર્યક્રમ પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ. ચૌહાણ ની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમ ઘણાં બધાં જવાનો અને બહેનોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.