સમગ્ર ગુજરાતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું મોરબી જિલ્લામાં પણ આગમન થઈ ચૂક્યું છે.
મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના ૩ રથો ભ્રમણ કરી રહ્યા છે. આ રથો દ્વારા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.
મોરબીના મકનસર તેમજ વાંકાનેરના ઢુવા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આગમન થયું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. યાત્રા દરમિયાન ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી તાલુકાના મકનસર તથા સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી સંરપંચોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દૃઢતાથી ઉકેલવા માટે મોરબી શહેરમાં લાંબા ગાળાના પીવાના પાણી પુરવઠા માટે સરદારબાગ હેડવર્કસ થી પીવાના પાણી નું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામની રકમ રૂ.૨૧.૧૪ કરોડ ની મંજુરી મળેલ છે.
સદર કામમાં સરદારબાગ ના દૂરના વિસ્તારોના રહેવાસીઓને પાણીના અપૂરતા...
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ ઇટાલીકા સીરામીક પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે ઇટાલીકા સીરામીક પાસે સીરામીકની લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ફૂલ-૦૫ ઇસમો નીલેષભાઇ ઘનશ્યામભાઇ મેમકીયા (ઉવ-૩૩) રહે....