મોરબીના મકનસર ગામે બે રેઇડ દરમિયાન જુગાર રમતા છ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે અલગ અલગ બે રેઇડ દરમિયાન જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે પ્રથમ રેઇડ દરમિયાન તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો બાબુભાઈ જગાભાઈ રાતેય (ઉ.વ.૫૮), જગદીશભાઇ ધીરૂભાઇ દેગામા (ઉ.વ.૩૮), તથા ભગવાનજીભાઈ કાનજીભાઇ દેગામા (ઉ.વ.૬૮) રહે ત્રણે નવા મકનસર ગામ તા.જી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૬૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
જ્યારે બીજી રેઇડ દરમિયાન મોરબી તાલુકાના મકનસર ગામે પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો શંકરભાઈ ટીકુભાઈ દેગામા (ઉ.વ.૩૦), રમેશભાઈ ઉર્ફે બાબુભાઈ દેગામા (ઉ.વ.૩૨) તથા શૈલેષભાઈ ધીરૂભાઇ દેગામા (ઉ.વ.૩૨) રહે. બધા નવા મકનસર તા.જી. મોરબીવાળા ને રોકડ રકમ રૂ. ૩૨૨૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
તમાંમ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.