મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અમૃતભાઇ સિદ્ધરાજભાઇ જીંજુવાડીયા ઉ.વ.૩૫ રહે. મકનસર ગામ તા.જી. મોરબી વાળા પોતાના ઘરે કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
