મોરબી: મોરબીના મકનસર ગામની સીમમાં વીરજીભાઈની વાડીમાં કામ કરતા હોય ત્યારે અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહીલાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળીયા ગામે રહેતા રાજુબેન ભુપતભાઇ ગમારા (ઉ.વ.૩૩) ને ગત તા. ૦૬-૧૦-૨૦૨૨ ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ વીરજીભાઈની વાડીમાં મકનસર ગામની સીમમાં કામ કરતા હતા તે દરમ્યાન અચાનક ઈલેક્ટ્રીક શોક લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં આવેલ દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં આરોપીઓએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ ૧૭ કિં રૂ.૧૩૬૬૨ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે ફરાર...