મોરબીના મકનસર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે સીતારામનગર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે સીતારામનગર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો હરેશભાઇ ઘુઘાભાઇ મેણીયા ઉવ.૨૮ હાલ રહે-મકનસર સીતારામનગર તા.જી.મોરબી મુળ રહે-ખારચીયા તા-વિછીયા જી-રાજકોટ, રાજુભાઇ ધિરૂભાઇ ઓળકીયા ઉ.વ.૨૩ રહે-કંધેવાઢીયા તા.વિછીયા જી.રાજકોટ, રાજેશભાઇ મગનભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે-મકનસર તા.જી.મોરબી, સુનિલભાઇ મંગળદાસ ચૌહાણ ઉ.વ.૩૬ રહે-મકનસર તા.જી.મોરબી મુળ રહે-સિંધાવડ તા-વાંકાનેર જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.