મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે મહીલાએ કોઇ પણ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ૨૦ વર્ષીય પુનમબેન બેચરભાઈ દેત્રોજા ગઈ કાલના રોજ કોઇપણ વખતે કોઈપણ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. મૃતકનો લગ્ન સમયગાળો દોઢ વર્ષ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
