મોરબીના માણેકવાડા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત
મોરબી: મોરબી તાલુકાના માણેકવાડા ગામે સરકારી સ્કુલ પાસે આવેલ ઈલેક્ટ્રીક થાંભલામાંથી શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા રમજાનભાઈ તૈયબભાઈ સુમરાને ગઇ તા-૨૦/૦૫/૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે માણેકવાડા ગામ સરકારી સ્કુલ પાસે આવેલ ઇલેકટ્રીક ટી.સી ના થાંભલે ઇલેક્ટ્રીક કામ કરતા હોય દરમ્યાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા નીચે પડી જતા માથામા ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પિટલ મોરબી બાદ વધુ સારવાર સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ જતા જે ચાલુ સારવાર દરમ્યાન તા-૦૪/૦૬/૨૦૨૩ના રોજ ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.