મોરબીના મોટી વાવડી ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 114 બોટલો ઝડપાઈ
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૧૪ બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના મોટી વાવડી ગામે રહેતા સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૧૪ કિં રૂ. ૫૮૬૮૦ નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી રાહુલભાઇ મહેશભાઇ ચાવડા (ઉવ-૨૦) રહે. નવી ટીંબડી આનંદ હોટેલ પાછળ તા-જી મોરબી, અરમાનભાઇ ઇકબાલભાઇ જુણેજા (ઉવ-૨૧) રહે. રણછોડનગર મોરબી તથા નઝીરભાઇ રહીમભાઇ સંધિ રહે. ભગવતીપરા રાજકોટવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.