મોરબી: મોરબીના નાની વાવડી ગામની નજીક આવેલા પાણીના તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે વણકરવાસમાં રહેતા ૪૨ વર્ષીય જયેશભાઇ અમૃતલાલ ઉભડીયા ગત તા.૦૭-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે નાની વાવડી ગામની બાજુમાં આવેલા પાણીના તળાવમાં ડૂબી જતાં સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી મહાનગરપાલિકાના ફૂડસેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઇ, ફરસાણના વિક્રેતાને અને ડેરી સંચલકોને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.
જેમાં ફૂડ શાખા એ લાયસન્સ અને સ્વછતા અંગેની સૂચના વેપારીઓને પાઠવી હતી. સ્વછતાનું ધોરણ ન જળવાય તેવા 15 મીઠાઇ ફરસાણ, ડેરી, હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ પાઠવી હતી, તથા મોરબીની જુદી...
મોરબી,ભણશે ગુજરાત, રમશે ગુજરાત અંતર્ગત બાળકોને આજના યુગમાં ભણવું તો ગમતું હોય છે સાથે રમવું પણ ખૂબ ગમતું હોય છે,ભણે તે સૌને ગમે એમ રમે તે પણ સૌને ગમે,વિદ્યાર્થીઓ સશક્ત બને, મજબુત બને, નિયમો સાથે રમતો રમે એ અન્વયે ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત જુનીયર ટાઈટન દ્વારા યોજાયેલા રમતોત્સવમાં પીએમશ્રી...
મોરબીના નવા જાંબુડીયા ગામે કેબિન ચલાવતા વેપારી સાથે ઈંડા લેવા આવેલા મજૂર બાબતે બોલાચાલી બાદ કારખાનેદાર અને તેના બે વ્યક્તિઓએ ગાળો આપી લાકડી વડે હુમલો કર્યો
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે કેબિન સંચાલક ફરિયાદી મહેશભાઈ વીરજીભાઈ ખરા ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં...