મોરબી: મોરબી તાલુકાના નારણકા ગામે આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા ૫૧ વર્ષીય ભરતભાઇ મગનભાઈ મેરજાએ ગત તા.૨૯-૦૮-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ઝેરી દવા પી જતા સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તા.૦૩-૦૯-૨૦૨૨ ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતાં. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે
