મોરબીના નવા મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબી તાલુકાના નવા મકનસર ગામે મેઇન શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના નવા મકનસર ગામે મેઇન શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો શનિભાઇ લાભુભાઇ સુરેલા (ઉ.વ.૨૫ ), રાયસીંગભાઇ નટુભાઇ દેગામા (ઉ.વ.૩૨), ગણેશભાઇ રધુભાઇ ખોડીયા (ઉ.વ.૨૦), રોહિતભાઇ અશોકભાઇ ઝઝવાડીયા (ઉ.વ.૨૦), જગદીશભાઇ વારસીંગભાઇ સુરેલા (ઉ.વ.૩૨) રહે. નવા મકનસર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૫૦૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.