મોરબીના નીચી માંડલ ગામની સીમમાં એક વ્યક્તિને માર મારી ત્રણ શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો
મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ બીસ્કોન સીરામીક પાસે એક વ્યક્તિને ત્રણ શખ્સોએ હાથ વડે તથા લાકડી વડે શરીરે મુંઢમાર મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યુ હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ ઓરીસ્સાના વતની અને હાલ મજુરી કરી વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ સીમસ્ટોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા રણજીતભાઇ પરવાસીયા મોલ (ઉ.વ.૪૧) એ આરોપી મહેશભાઈ વસુનીયા, રાજેન્દ્ર ગુર્જર, તથા ઇરફાનખાન કુરેશી રહે. ત્રણેય બીસ્કોન સીરામીક નીચી માંડલ-આંદરણા વચ્ચે તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૭-૨૦૨૩ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ ટીક્કીસીંગ ચૈતન્યસીંગ બીસ્કોન સિરામીક કારખાનામાં જવા માંગતો હોય ત્યારે બીસ્કોન સીરામીકમાં સીક્યોરીટી તરીકે કામ કરતા આરોપી મહેશભાઇ વશુનીયા સાથે ઝધડો થયેલ બાદ આરોપી મહેશ વસુનીયાએ આરોપી રાજેન્દ્ર ગુર્જર તથા તેની સાથે કામ કરતા ઇરફાન કુરેશીને બોલાવેલ બાદ આરોપીઓએ ટીક્કીસીંગ ચૈતન્યસીંગને હાથ વડે તથા લાકડી વડે શરીરે મુંઢમાર મારી ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું. આ બનાવ અંગે રણજીતભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨,૧૧૪, તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.