મોરબીના નીચી માંડલ ગામે ઝેરી દવા પી વૃદ્ધાનો આપઘાત
મોરબી : મોરબીના નીચી માંડલ ગામે બીમારીથી કંટાળી વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામે રહેતા લીલાવંતીબેન રામજીભાઇ દેત્રોજા ઉ.વ-૭૫ નામના વૃદ્ધાને છેલ્લા દોઢેક વર્ષથી કમરના નીચેના ભાગે આવેલ ગાદીના ભાગે દુખાવો થતો હોય અને પગમા અવાર નવાર સોજા ચડી જતા હોય જેથી ચાલી શકતા ન હોય તેમજ બી.પી.ની બિમારી હોય જેની દવાઓ ખાય ખાયને કંટાળી જતા મનોમન લાગી આવતા પોતે પોતાની મેળે ગત તા-૩૧ના રોજ પોતાના રહેણાક મકાને ઘંઉમા નાખવાના ઝેરી ટીકડા ખાય જતા ઝેરી દવાની અસર થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી છે.