Sunday, August 24, 2025

મોરબીના નીચી માંડલ ગામની સીમમાંથી વિદેશી દારૂની 33 બોટલ સાથે બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમ ઝારકો સિરામિક સામે ઘુંટુ જવાના રસ્તેથી ઈંગ્લીશ દારૂની ૩૩ બોટલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમ ઝારકો સિરામિક સામે ઘુંટુ જવાના રસ્તેથી આરોપી રાહુલભાઈ સવશીભાઈ મેર અને સંજયભાઈ શામજીભાઈ વિંઝવાડીયા રહે બંને ઝાલાવાડ પોટરી પાછળ, રવીનગર, થાનગઢ, જી. સુ.નગર વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૩ કિં. રૂ. ૧૨,૩૭૫ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર