મોરબીના જુના ઘુંટુ રોડ પરથી ચોરાવ બાઈક સાથે બે ઈસમોને દબોચી લેતી તાલુકા પોલીસ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન જુનુ ઘુંટુ રોડપર સિમ્પોલો કારખાના સામેથી બે ઇસમો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે પસાર થતા ઇસમોને રોકી મોટરસાયકલ ના આધાર પુરાવા માંગતા તેમની પાસે ના હોય અને મો.સા. રજીસ્ટર નંબર GJ-03- DK-0219 હોય જે રજી.નંબર આધારે મો.સા.ની ખરાઇ કરતા મો.સા બેલા (રે) સીસમ રોડ પર આવેલ શ્રી રામ પેકેજીંગ કારખાના ગેટ બહારથી ચોરી થયેલા હોવાનું જણાય આવેલ હોય જેથી આરોપી વિક્રમભાઇ ઊર્ફે વિકુડો મસાભાઇ વાજેલીયા (ઉ.વ.૩૫) રહે- સામખીયારી, જંગી રોડ, મુસા બાપાની દુકાનની સામે ઝુપડામાં તા-સામખીયારી જી.કચ્છ તથા કાંન્તીભાઇ કરશનભાઇ ચારોલીયા (ઉ.વ.૨૦) રહે-સામાખીયારી, રાજુભાઇની હોટલ પાછળ તા.સામખીયારી જી. કચ્છવાળાને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે અને આગળની તપાસ એ.એસ.આઇ એફ.આઇ.સુમરા નાઓ ચલાવી રહેલ છે.