મોરબીના જૂના સાદુળકા ગામે કારખાનામાં આગ ઓલાવા જતા દાઝી જતાં યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલ સર્વોત્તમ ડેકોર પ્રાઈવેટ લિમિટેડ નામના કારખાનામાં આગ લાગી હોય જે આગ ઓલાવા જતા દાઝી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અંબાલાલ મીશારામ મેઘવાલ ઉવ-૩૮ ધંધો-મજુરી રહેવાસી- જુના સાદુળકા ગામની સીમમાં આવેલ સર્વોતમ ડેકોર પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનામાં તાલુકો જીલ્લો મોરબી મુળ રહેવાસી-આંતરોલી કલા ગામ તાલુકો-ડેગાના જીલ્લો-નાગોર રાજસ્થાન વાળો ગત તારીખ-૧૪/૦૪/૨૦૨૪ ના રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલ સર્વોતમ ડેકોર પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનામાં લાકડાની શીટના ભુસુમાં આગ લાગતા આગ ઓલવવા જતા દાઝી જતા અમદાવાદ સીવીલ હોસ્પીટલે સારવાર દરમ્યાન અંબાલાલ નામનાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.