મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ આરકો ગ્રેનાઈટ કારખાનામા પાણીની કુંડીમાં ડૂબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ આરકો ગ્રેનાઇટો કારખાના લેબર ક્વાટર્સમા રહેતા કમલસીંગ કરવાછાની બાળકી કાર્તીકાબેન ઉ.વ.૦૬વાળી કારખાનામાં પાણીની કુંડીમા ડુબી બાળકીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
