મોરબીના ભારતપરામા જુગાર રમતા છ જુગારી ઝડપાયાં
મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૫૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેશભાઇ નટુભાઇ પંચાસર (ઉ.વ.૩૫) રહે.નવા ધરમપુર તા.મોરબી, અનીલભાઇ નટુભાઇ પંચાસરા (ઉ.વ.૨૯) રહે.નવા ધરમપુર સરકારી સ્કુલ પાસે તા.મોરબી, બાબુભાઇ હાજીભાઇ સુમરા (ઉ.વ.૫૦) રહે.મોરબી પંચાસર રોડ ભારતપરા, જયેશભાઇ કિશોરભાઇ પંચાસરા રહે.મોરબી પંચાસર રોડ ભારતપરા, કાસમભાઇ અબ્દુલભાઇ શાહમદાર (ઉ.વ.૩૫) રહે.મોરબી પંચાસર રોડ ભારતપર, કિશોરભાઇ નટુભાઇ પંચાસર (ઉ.વ.૪૫) રહે. પંચાસર રોડ ભારતપરા મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૫૬૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.