મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રકે હડફેટે લેતા મહિલાનું મોત
મોરબીના પીપળીયા ચાર રસ્તા ક્રિષ્ના નાસ્તા હાઉસ સામે રોડ ઉપર યુવક અને તેમના મોટી બા મણીબેન ચાલીને રોડ ક્રોસ કરતા હોય તે દરમ્યાન ટ્રક ચાલકે હડફેટે લેતા મણીબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવમા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા કુંભાર શેરીમાં રહેતા રામભાઇ જીવણભાઈ બહોરીયા (ઉ.વ.૨૧) એ આરોપી ટ્રક ટેઇલર રજીસ્ટર નંબર -યુપી-૭૮-ડીએન-૧૦૫૭ નાં ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેમના મોટી બા મણીબેન ચાલીને રોડ ક્રોસ કરતા હોય તે દરમ્યાન આરોપી ટ્રક ટેઇલર રજીસ્ટર નંબર જોતા UP-78-DN-1057 વાળાના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ગફલતભરી અને બેદરકારી રીતે ચલાવી મણીબેનને હડફેટે લઇ માથાના ભાગે તથા મોઢાના ભાગે તથા શરીરે તથા બંને હાથ તથા બંને પગમા ગંભીર ઇજાઓ પહોંચાડતા મણીબેનનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.