મોરબીના પાડા પુલ નીચેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબીના સામાકાંઠે આવેલ પાડા પુલ નીચે સ્વામિનારાયણ તરફ જતા રસ્તેથી યુવકનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે કમલાપાર્ક રૂષીકેશ સ્કૂલની સામે હાઉસમાં રહેતા વનરાજભાઈ નનુભાઈ વાઢેર (ઉ.વ.૨૬) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના પાડા પુલ નીચે સ્વામિનારાયણ તરફ જતા રસ્તેથી ફરીયાદીનુ હીરો સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-01-JW-6413 જેની કિંમત રૂપિયા ૧૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.