મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામેના ઝાંપા પાસેથી સાત નંગ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામેના ઝાંપા પાસેથી આરોપી રણજીતભાઇ ડાયાભાઇ વિઠ્ઠલાપરા (ઉ.વ.૩૫) રહે. ડુંગરપુર તા. હળવદવાળા પાસેથી બીયર ટીન નંગ -૦૭ કિં રૂ. ૭૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
