મોરબીના પીલુડી (વાઘપર) ગામેથી વિદેશી દારૂની 23 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામના પાદરમાં રોડ ઉપરથી બાઈક પર હેરાફેરી કરતા ઈસમને ઈંગ્લીશ દારૂની ૨૩ બોટલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામના પાદરમાં રોડ પરથી આરોપી તખુભા પથુભા ઝાલા ઉ.વ.૫૩ રહે. પીલુડી (વાઘપર) ગામ તા. મોરબી વાળાએ પોતાના હવાલાવાળા નંબર પ્લેટ વગરનાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ કિં રૂ.૩૦,૦૦૦ વાળામા વેચાઢ કરવાનાં ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૩ કિં રૂ.૮૬૨૫ મળી કુલ કિં રૂ.૩૮૬૨૫ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.