મોરબીના પીલુડી (વાઘપર) ગામેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામની સીમમાં તળાવની પાળ પાસેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામની સીમમાં તળાવની પાળ પાસેથી આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે રાજભા છોટુભા જાડેજા (ઉ.વ.૩૦) રહે. પીલુડી (વાઘપર) તા. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ. ૧૫૦૦ નાં મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.