મોરબીના પીપળી ગામેથી હાથ બનાવટી હથીયાર કટ્ટા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, ધ્યેય કોમ્પલેક્ષ, રાધે ક્રિષ્ના મોલ સામેથી હાથ બનાવટનો કટ્ટો હથિયાર સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે તાબાના પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, ધ્યેય કોમ્પલેક્ષ, રાધે ક્રિષ્ના મોલ સામેથી આરોપીવિવેકભાઇ કિશોરભાઈ ધોળકીયા ઉ.વ.૨૦, રહે. સો-ઓરડી, વરીયાનગર શેરી નં.૦૪, મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો હથિયાર જેની કિંમત રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. બગડા નાઓ ચલાવી રહેલ છે.