મોરબીના પીપળી ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત
મોરબી: મોરબી જેતપર હાઈવે રોડ પીપળી ગામની સીમ વોલેન્ટો સીરામીકના કારખાનાના માટી ખાતામાં કામ કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વેલ્સર ઇન્દ્રસીંઘ અજનાર (ઉ.વ.૨૪) રહે. પીપળી ગામની સીમ વોલેન્ટો સીરામીકના કારખાનાની મજુર ઓરડીમાં તા.જી. મોરબી મૂળ રહે મધ્યપ્રદેશવાળા તેની સાથે મજુરી કામ કરતા બીજા બે મજુરો સાથે વોલેન્ટો સીરામીકના કારખાનાના માટી ખાતાના બોયલ મીલ પાસે આવેલ સ્લરીના કુવામા ઉતરી માટી સાફ કરતા હતા. ત્યારે અચાનક કોઇપણ કારણોસર ઇલેકટ્રીક શોર્ટ લાગતા વેલ્સર નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.