મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલ પ્રભાતનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મિલનભાઇ રમેશભાઇ નિમાવત ઉ.વ-૨૬, રહે-પ્રભાતનગર, ઘુટુ રોડ, તા.જિ-મોરબી મુળ ગામ-નાગપુર, તા-કાલાવાડ, જિ-જામનગરવાળાને ઘરની સામાન્ય બાબતમા બોલાચાલી થતા મનમા લાગી આવતા ગત તા-૧૫/૦૩/૨૦૨૪ ના કોઇપણ સમયે પોતાની જાતે ગળાફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
