Wednesday, November 30, 2022

મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં બાળાઓ માતાજીના કૃતિ સાથે રાસ રજુ કર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

નવરાત્રી મહોત્સવમાં માતાજીની કૃતિઓ સાથે ભીંજાય ઘરછોડું ભીંજાય ચૂંદડી નું રાસ, આઘોર નાગરા સહિતના રાસો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા

મોરબી : મોરબીમાં માં આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવમાં ઠેરઠેર પ્રાચીન ગરબીઓ અને રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નવરાત્રી પર્વ માં પ્રાચીન ગરબીઓમાં વિવિધ પ્રોગ્રામો રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે આયોજીત રાસોત્સવમાં બાળાઓએ અલગ અલગ કૃતિઓ રાજુ કરી હતી.જેમાં માં મેલડી, મોગલ, આવડ, ખોડિયાર,ની કૃતિઓ રજુ કરી હતી.આ ગરબીમાં કોમી એકતા સાથે યોજાઈ છે.

મોરબી પંથકમાં શેરીએ-શેરીએ કે પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામી હતી. નાની બાળાથી લઈને મોટી બાળાઓ પણ રાસ ગરબે ઝૂમીને માતાજીની ભક્તિમાં તલ્લીન બની હતી. ત્યારે શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નવરાત્રી પર્વમાં બાળાઓએ વિવિધ માતાજીની કૃતિઓ રજુ કરી હતી.જેમાં માં મોગલ, માં મેલડી,માં ખોડીયાર,માં આવડની કૃતિ સાથે ભીંજાય ઘરછોડું ભીંજાય ચૂંદડી નું રાસ, આઘોર નગારા સહિતના રાસો રજૂ કરી ઉપસ્થિત સર્વ ને મંત્રમુગ્ધ કરી દીઘા હતા.સાથે સાથે કોમી એકતા ના પણ દર્શય સર્જાય હતા.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર