Friday, August 8, 2025

મોરબીના રાજપર રોડ પર સોસાયટીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રાજપર રોડ ઉપર પ્રભુનગર સોસાયટીમાં શેરી નં -૦૪ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૬૨૭૦૦ નાં મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રાજપર રોડ ઉપર પ્રભુનગર સોસાયટીમાં શેરી નં -૦૪ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો જીતેશભાઇ નાથાભાઇ ઝાલા (ઉ.વ.૩૫) રહે-૨૫ વારીયા સોસાયટી કામધેનુ પાસે, વિક્રમભાઇ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.૨૯) રહે-શનાળા રોડ સમયના ગેઇટ પાસે મોમ્સ હોટલની બાજુમા મોરબી, પ્રકાશભાઇ પ્રતાપભાઇ ચારોલા (ઉ.વ.૪૨) રહે-સમર્પણ હોસ્પીટલ પાછળ વિપુલ નગર સામાકાઠે મોરબી, જયદીપભાઇ ઉર્ફે બલી મહેશભાઇ ડાંગર (ઉ.વ.૨૭) રહે-વિરાટ એક્સ્પ્રેસ વાળી શેરી આનંદનગર મોરબી, જગાભાઇ વિરમભાઇ રાઠોડ (ઉ.વ.૨૯) રહે. મોમ્સ હોટલ પાસે શનાળા રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૬૨૭૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર