મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ફાટક પાસે ટ્રેન અકસ્માતમાં માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા વિક્રમભાઈ દુર્લભજીભાઈ શંખેસરીયા રહે. મોરબીવાળા ૨૫ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાનને અગાઉ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થયેલ હોય જેના કારણે યુવકનું મગજ બરાબર કામ કરતુ ન હોય જેના કારણે ટ્રેનમાં આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.








