Sunday, October 19, 2025

મોરબીના રંગપર ગામે કારખાનામાંથી અપહરણ થયેલ સગીરાને કર્ણાટકથી શોધી આરોપીને ઝડપી પાડતી તાલુકા પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના રંગપર ગામની સીમ તથાસ્તુ સેનેટરી વેર કારખાના માંથી અપહરણ થયેલ ભોગનનનારને કર્ણાટક રાજયના મેંગલુરૂ જીલ્લાના પનામ્બુરમાંથી શોધી આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકાના રંગપર ગામની સીમ તથાસ્તુ સેનેટરી વેર કારખાનાની લેબર કોલોનીમાંથી આરોપી ફરીયાદીની સગીરવયની દિકરી ભોગબનનાર સગીરાને ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી અપહરણ કરી લઇ જતા ગુનો કર્યા અંગેની ફરીયાદ જાહેર આ ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા ટીમે ટેકનીકલ વર્કથી માહિતી મેળવી સ્થાનીક પોલીસની મદદ મેળવી આરોપી તથા ભોગબનનાર કર્ણાટક રાજયના મેંગલુરૂ જીલ્લાના પનામ્બુર ખાતેથી શોધી કાઢી આરોપી સુર્જીયો કાંત ઉર્ફે શિપુ નિમાયચંદ કર (ઉ.વ.૩૦) રહે-તથાસ્તુ સેનેટરી વેરના લેબર કવાટર્સમાં રંગપર ગામની સીમમાં તા.જી.મોરબી મુળ ગામ-આંગણવાડી પાસે નીલડા ગામ પોસ્ટે પરીખી જી.બલેશ્વર ઓરીસ્સાવાળાની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર