મોરબીના રવાપર રોડ પર સોસાયટીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૨૩,૨૦૦ નાં મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો દિપકભાઇ બાલકદાસ રામાનુજ (ઉ.વ.૫૦) રહે.મોરબી રવાપર સરદાર પટેલ સોસાયટી, પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા (ઉ.વ.૨૭) રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩, અમીતભાઇ તેજાભાઇ જારીયા (ઉ.વ.૩૮) રહે.મોરબી રવાપર ધાયડી વિસ્તાર ક્રિષ્ના સ્કુલ પાસ, જયદીપભાઇ મહેન્દ્રભાઇ લો (ઉ.વ.૨૮) રહે.મોરબી નવા બસસ્ટેન્ડ પાછળ સતનામનગર, નંદલાલભાઇ લક્ષ્મણભાઇ રૈયાણી (ઉ.વ.૪૩) રહે.સજનપર (ઘુનડા) તા.ટંકારાવાળાને રોકડ રૂપિયા ૨૩,૨૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.