Wednesday, September 10, 2025

મોરબીના રંગપર પાસે લેવીન્જા કારખાનામાં યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો:ગુન્હો નોંધતી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રંગપર ગામ પાસે આવેલ લેવીન્જા સિરામિક કારખાનામાં યુવક હાજર હોય ત્યારે કારખાનામાં બેલ્ટ જામ થઇ જતા લાઇન ઓપરેટર ટાઇલ્સ કાઢતા હોય જેમાં એક ટાઇલ્સ છુટી જતા તેમને ઠપકો આપતા સારૂં નહીં લાગતા ત્રણ શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા બાયપાસ નીલકંઠ પાર્ક કૈલાસ હાઈટમા રહેતા હિતેશભાઈ રામજીભાઈ કાચરોલાએ આરોપી જગદીશ બ્રીજેશ યાદવ, ભગતરામ ઉર્ફે વિનય લખન યાદવ, તથા પર્વત અમરસિંહ વસુનીયા રહે. ત્રણે લેવીન્જા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રંગપર ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના માસી જી ના દિકરા હસમુખભાઈ ઉર્ફે હિરેન રમણીકભાઈ કંટારીયા તેમની લેવીન્જા સીરામીક કારખાનામાં બેલ્ટ જામ થઈ જતા લાઈન ઓપરેટર જગદિશ બ્રીજેશ યાદવ ટાઈલ્સ કાઢતા હતા જેમા એક ટાઈલ્સ છુટી જતા તેમને ઠપકો આપતા જગદિશ તથા ભગતરામ ઉર્ફે વિનય પોતાના હાથમા લોખંડ ની પાઈપ લઈ તથા પર્વત અમરસિંહ વસુનીયા એમ ત્રણેય આવી હસમુખભાઈ ઉર્ફે હિરેને લોખંડના પાઈપ થી આડેધડ ઘા મારી તથા ઢીકાપાટુનો માર મારી હસમુખભાઈ ઉર્ફે હિરેન ને માથામાં હેમરેજ તથા જમણા હાથમા કાડા થી ઉપર તથા છેલ્લી આંગળીમા ફેક્ચર જેવી ઈજાઓ કરી હોવાથી યુવકને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હોય તેમજ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ ૧૧૮(૨), ૧૧૭ (૨), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર