મોરબીના રાજપર ગામ કોઈ કારણસર ઝેરી પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબીના રાજપર ગામે રહેતા ઉષાબેન ભવરસિંગ પરમાર (ઉ.વ.૨૨) નામની પરણીતા કોઇ કારણસર ઝેરી દવા પી જતા સારવારમા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ હોય જેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

