મોરબીના રફાળેશ્વર ગામે મહિલાની હત્યા: ચાર સામે ફરિયાદ નોંધાઈ
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા વૃદ્ધ મહિલાની દિકરીને દારૂ પીવાની ટેવ હોય અને દારૂ પીને માથાકુટ કરતી હોય જેથી ત્રાસી જઈ દોરડા વડે બાંધી લાકડી વડે ફટરકારી મહિલાનું મોત નિપજાવ્યું હોવાની મૃતકની માતાએ ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઈ સોલંકી (ઉ.વ.૭૫) એ આરોપી હિના લક્ષ્મણભાઈ રાઠોડ રહે. રફાળેશ્ર્વર આંબેડકરહોલ પાછળ તા.જી.મોરબી, મનોજ ઉફે મયુર રમેશભાઈ રાઠોડ રહે. પાનેલી નવા પ્લોટમાં તા.જી.મોરબી, હુસૈનભાઈ ફીરોજભાઈ જુણેજા રહે. રફાળેશ્ર્વર આંબેડકરહોલ પાછળ તા.જી.મોરબી, નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે. ઘનશ્યામપુર તા.હળવદવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરી લક્ષ્મીને દારૂ પીવાની ટેવ હોય અને દારૂ પી અવારનવાર માથાકુટ કરતી હોય જેથી ત્રાસી જઈને આરોપી હિનાએ લાકડી વડે માથાના ભાગે તથા શરીરે માર મારી જીવલેણ ઈજાઓ કરેલ હોય તેમ છતા ફરીયાદીની દિકરી લક્ષ્મી તોફાન કરતી હોય જેથી તેને બાધવા માટે મયુરે દોરડુ આપતા હિનાએ તથા હુસૈને લક્ષ્મીને ખાટલામા સુવડાવી દોરડાથી બાધી દિધેલ જેથી લક્ષ્મીનુ મોત નિપજ્યું હોય અને બનાવમાં ઉપયોગ કરેલ દોરડુ નર્મદાએ સળગાવી નાખી પુરાવાનો નાશ કરેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.