મોરબીના રફાળેશ્વર ગામે બે પક્ષ વચ્ચે મારામારી થતા સામ સામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે બે પક્ષ વચ્ચે લોખંડના પાઇપ, ધોકા, છરી, વડે મારામારી થઈ હતી ત્યારબાદ બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા ગજેન્દ્રભાઈ ઉર્ફે ગજેન રમેશભાઈ બાંભણવા (ઉ.વ.૨૪) એ આરોપી ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણા રહે.લીલાપર તા.જી.મોરબી, અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ, પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલા, અશોકભાઇ દલાભાઇ રાઠોડ, રહે પાંચેય રફાળેશ્વર ગામ તા.જી.મોરબી તથા મુકેશભાઇ ઝાલા રહે. મચ્છોનગર ગામ તા.જી.મોરબી તથા બે અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૮-૨૦૨૩ રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીને આજથી આશરે દસેક મહીના અગાઉ આરોપી ગૌતમ જયંતીભાઇ મકવાણા રહે.લીલાપર વાળા સાથે મારા મારી થતા આરોપીએ ફરીયાદી વીરૂધ્ધ પોલીસ ફરીયાદ કરેલી જે કોર્ટ કેસ ચાલુ હોય તેમજ આરોપી ગૌતમ જયંતીભાઇ મકવાણાના આરોપી સાતે આરોપીઓ સગા થતા હોય ફરીયાદીને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના વિસ્તારમાંથી અવાર નવાર નીકળવુ પડતુ હોય જે આરોપીઓને નહી ગમતા આરોપી અજયે પહેલા ફરીયાદી પોતાનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં.GJ-36-N-3541 નુ ચલાવી એકલા નીકળતા લાગ જોઇ જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં પાછળની બાજુ તેમજ શરીરે લાકડાના ધોકાના ઘા મારી મોટરસાયકલ સહીત પાડી દઇ ગાળો દઇ ફરીયાદીને ડાબા હાથમાં તથા જમણા પગમાં ધોકાના ઘા મારતા ફરીયાદી પોતાનુ મો.સા. મુકી પોતાના ઘરે ભાગી જતા આરોપી અજયએ અન્ય આરોપીઓને જાણ કરી બોલાવી ગેર કાયદેસર મંડળી રચી એકસંપ થઇ ફરીયાદીને મારી નાખવાનો ઇરાદો હોય તેમ એક સરખો બદઇરાદો પાર પાડવા આરોપી સુલતાનની ક્રેટા કાર તથા એકટીવા મો.સા. રજી. નં.GJ-36-AE-1699 તથા સફેદ કલરના એકટીવા મોટર સાયકલોનો ઉપયોગ કરી છરી લોખંડની પાઇપ લાકડાના ધોકા જેવા તેમજ જીવલેણ રીવોલ્વર પીસ્ટલ જેવા ભયંકર હથીયારો લઇ ફરીયાદીના ઘરે જઇ આરોપી સુલતાનએ ફરીયાદીને જમણા હાથમાં, સાહેદ દક્ષાબેનને શરીરે બંન્ને હાથમાં છરી વડે તેમજ આરોપી ગૌતમભાઈ, અજયભાઇ સુલતાન, મનોજ, અશોકભાઈએ દક્ષાબેનને ધોકાવડે માર મારી ઇજાઓ પહોચાડી આરોપી ગૌતમભાઈએ ફરીયાદીના પિતા રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ પ્રાણઘાતક હથીયાર તાકી ફરીયાદીને ફાયરીંગ કરી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ધોકા લોખંડના પાઇપ ઢીકાપાટુ વડે ફરીયાદીને માર મારી તેના ખીસ્સામાં રહેલા રૂપીયા-૧૩,૦૦૦/-ની લુંટ કરી ફરીયાદીને માર માંથી છોડાવવા વચમાં પડેલા અન્ય જ્ઞાતીના માણસો વિરૂધ્ધ એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી ફરીયાદીના ઘરેથી પોતાના વાહનો સાથે દક્ષાબેનના ઘરે જઇ ઘરની બહાર પડેલી ખુરશી માટીના ગોળા ઝૂલાના પતરાની તોડફોડ કરી ધાક ધમકી આપી નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે ગજેન્દ્રભાઈએ સાતે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા પારસ ઉર્ફે સુલતાન ઉર્ફે વિપુલ ગીરધરભાઇ વાઘેલા (ઉ.વ.૨૫) એ આરોપી ગજન બારોટ, ભાવેશ ઉર્ફે કાલી, રાજુભાઇ કિશોરભાઇ સુમેસરા, દક્ષાબેન રાજુભાઇ કિશોરભાઇ સુમેસરા, પવુભા ગઢવી બધા રહે.રફાળેશ્વર ગામ તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૦૮-૨૦૨૩ ના રોજ રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીના મિત્ર ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણાને અગાઉ આરોપી ગજન બારોટએ છરી મારેલ હોય તે બાદ તેને ફરીયાદીના લતામાં આવવાની ના પાડેલ હોય તેમ છતા આરોપી ગજન બારોટ ફરીયાદીના લતામાં જઇ સાહેદ જયશ્રીબેન સાથે જેમતેમ વર્તન કરતા જયશ્રીબેનએ ફરીયાદીને ફોન કરી પોતાના ઘરે બોલાવતા જતા આરોપી ગજન બારોટને સમજાવેલ અને બાદ આરોપી ગજનના પિતાને આ બાબતે વાત કરવા જતા ત્યાં ફરીયાદીને આરોપી ગજન, ભાવેશ ઉર્ફે કાલી પોતાના હવાલાવાળી સ્વીફટ કાર લઇ આવી રાજુભાઇ નાઓએ ભુંડા બોલી ગાળો આપી ફરીયાદી તથા સાહેદ અજયને ઢીકા પાટુનો મુંઢ માર મારેલ તથા આરોપી દક્ષાબેને ફરીયાદીને છરી વડે ડાબા હાથના બાવડામાં સરકા કરી સામાન્ય ઇજા કરી અને આ ઝગડાના દેકારા દરમ્યાન આરોપી પવુભા ગઢવી આવીને ફરીયાદીને જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરી ભુંડા બોલી ગાળો આપી તથા આરોપી રાજુભાઇએ સુનીતાબેનનો હાથ પકડી બોલાચાલી કરી તેનો ડ્રેસ તોડી ગુન્હાહિત બળ વાપરી નીર્લજ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર પારસ ઉર્ફે સુલતાન ઉર્ફે વિપુલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.