મોરબીના રફાળીયા ગામ નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના રફાળીયા ગામ નજીક ભુદેવ પાન પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળીયા ગામે મચ્છુનગરમા રહેતા આરોપી વસંતભાઈ કરશનભાઇ પરમાર ઉ.વ.૨૨ વાળો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી પોતાના કબ્જા ભોગવટા વાળા નંબર પ્લેટ વગરનાં એચ.એફ્.ડીલક્ષ મોટરસાયકલમા ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો હોય ત્યારે મોરબીના રફાળીયા ગામ નજીક ભુદેવ પાન પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ. ૩૦૦ તથા મોબાઇલ નંગ -૧ કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૨૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.