મોરબીના રાજપર ગામે કોટન મિલની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી તાલુકાના રાજપર ગામે સદગુરુ કોટન મિલની ઓરડીમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામે સદગુરુ કોટન મિલની ઓરડીમાં રહેતા લોકેશભાઇ વેસ્તાભાઇ સોલંકી ઉવ. ૨૮ વાળા રાજપર સદગુરૂ કોટન મીલની ઓરડીમા કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે પોતાની ઓરડીમા ગળે ફાસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.