Tuesday, May 13, 2025

મોરબીના રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષકનું “રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન” ગાંધીનગર દ્વારા કરાયું સન્માન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન એ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોનું એક ફેડરેશન છે.દર વર્ષે રાજ્ય એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સન્માન કરે છે.

મોરબી જિલ્લાના સભારાવાડી પ્રાથમિક શાળા શિક્ષક વિજયભાઈ દલસાણિયાને વર્ષ 2022 માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જેના બદલ આ ફેડરેશન દ્વારા ગાંધીનગર ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું

આ તકે આજીવન અનલિમિટેડ ફ્રી એસ.ટી.પાસ પણ ગુજરાત સરકાર દ્વારા એનાયત થયો. તેમજ શિલ્ડ, ત્રામપત્ર અને શાલ ઓઢાડી તેમનું માન સાથે સન્માન થયું આ તકે સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

મોરબી જિલ્લામાંથી રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષકોમા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ વડસોલા, કમલેશભાઈ દલસાણિયા, દિનેશભાઈ ભેંસદડિયા, શૈલેષભાઈ કાલરિયા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પ્રેમજીભાઈ વડાવીયા વગેરે હાજર રહ્યા હતાં.અને અભિનંદન પાઠવ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર