Tuesday, May 26, 2026

મોરબીના રામચોકમા દુકાનમાં ધમધમતુ જુગારધામ ઝડપાયું; 14 ઈસમોની અટકાયત

મોરબી: આરોપીએ પોતાની રામચોક કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોય ત્યારે પોલીસે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૪ ઈસમોને રોકડ રકમ રૂ‌. ૧,૨૧,૯૦૦ ના મુદ્દામાલ સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે રામચોક કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ દુકાનમાં બહાર થી માણો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી મળેલ બાતમીના આધારે રેઇડ કરતા ચૌદ ઇસમો વિશાલભાઇ ઉર્ફે લાલો ભાલુભાઇ બાંભવા રહે-વિરપરડા તા.જી.મોરબી, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે-વિરપરડા તા.જી.મોરબી, યશભાઇ અરવિંદભાઈ ગૌસ્વામી રહે-ભાગ્યલક્ષ્મી સોસાયટી બેજીટેબલ રોડ મોરબી, મનસુખભાઇ ડાયાભાઇ જીલરીયા રહે-કોયલી ખોડાપીપર તા.જી.મોરબી, આશીકભાઇ તૈયબભાઇ અધામ રહે-કાલીકા પ્લોટ શેરી નં-૫ વિમાટે વાળી શેરી મુળ રહે-નાનીબરાર ગામ મોરબી, હરેન્દ્રસિંહ ઉર્ફે રાજવિરસિંહ દિગ્વિજયસિંહ ઉર્ફે દીલિઉપસિંહ ઝાલા રહે-સામાકાઠે આનંદનગર બ્લોક નં-૧૦૬ મોરબી મુળ રહે-સાદુળકા તા.જી.મોરબી, અર્જુનભાઈ ભરતભાઇ ગજેરા રહે-વાઘપરા શેરી નં-૧ હાલ રહે-અવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી, દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ રહે-ગુજરાત હાઉશિંગ બોર્ડ સામાકાઠે મોરબી, સોહીલભાઇ દાઉદભાઇ સુમરા રહે-વિરપરડા મોરબી, સુરેશભાઈ દિનેશભાઈ માજુસા રહે-મયુર સોસાયટી ત્રાજપરની બાજુમા મોરબી, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા રહે- મથુર સોસાયટી ત્રાજપરની બાજુમા મોરબી, અલીભાઇ ગુલામભાઈ ચાનીથા રહે-વાવડી રોડ રવિપાર્ક ૩ મોરબીવાળાને રોકડ રૂ.૧,૨૧,૯૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img