મોરબીના રામપર પાડાબેકર ગામે આધેડને એક શખ્સે લાકડી વડે ફટકાર્યો
મોરબી: મોરબી તાલુકાના રામપર પાડાબેકર (આમરણ) ગામે અગાઉનુ મનદુઃખ રાખી આધેડને એક શખ્સે ગાળો આપી લાકડી વડે ફટકાર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના રામપર પાડાબેકર ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા દયાલજીભાઈ માધવજીભાઈ જાવીયા (ઉ.વ.૬૩) એ આરોપી ભુપતભાઇ દેવજીભાઈ જાવીયા રહે. પાડાબેકર ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૩-૨૦૨૪ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં ફરીયાદીને અરોપી ભુપતભાઇ દેવજીભાઇ જાવીયા સાથે અગાઉનુ મન દુખ હોઇ અને તેમની સાથે બોલતા ના હોય અને ભીખુભાઇ પણ તેમના ભાઇ ભુપતભાઇ સાથે બોલતા ના હોય અને તેઓ ફરીયાદીના ઘરે આવી રોકાયેલ હોય અને તેમના માતુશ્રી નો જમણવાર ફરીયાદીના ગામનો કરવાનો હોય જે તેમને સારૂ નહી લાગતા જેનો ખાર રાખી આરોપી ભુપતભાઇ દેવજીભાઇ જાવીયા એ ગાળો આપી લાકડી વડે ફરીયાદીના હાથ તથા ભીખુભાઇને મારી તેમજ ઢીકા પાટુમારી જપા જપી કરી બોલાચાલી કરી ઝગડો કર્યો હતો. જેથી ભોગ બનનાર દયાલજીભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.