મોરબીના રણછોડનગરમા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 48 બોટલો ઝડપાઈ
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના રણછોડનગરમા જલારામ એપાર્ટમેન્ટમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ કિં રૂ. ૬૪,૮૦૦ નો મુદ્દામાલ સિટી બી ડિવિઝન પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રણછોડનગરમા જલારામ એપાર્ટમેન્ટમાં આરોપી સાગરભાઈ કાંતિલાલ પલાણ એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ. ૬૪,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.