મોરબીના રણછોડનગરમાં ઘરમાં પગ લપસી પડી જતા મહિલાનું મોત
મોરબીના લાયન્સનગર રણછોડનગર પાસે સરમાળીયા મંદિરવાળી શેરીમાં રહેતા મહિલા ઘરમાં ઓસરીમાં પોતા કરતા હતા ત્યારે પગ લપસી પડી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ મોરબીના લાયન્સનગર રણછોડનગર પાસે સરમાળીયા મંદિરવાળી શેરીમાં રહેતા દક્ષાબેન હેતુલભાઈ ભારતભાઈ પટેલ (ઉ.વ.રપ) નામની મહિલા ઘરમા ઓસરીમા પોતા કરતા હતા ત્યારે લાદી પર પાણી ઢળેલ હોય તેમનો પગ લપસી જતા પડી જતા માથાના ભાગે પાછળના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ સિવિલ હોસ્પિટલ મોરબી બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સર્જીકલ વોર્ડ-૩ મા દાખલ કરેલ ત્યાં ચાલુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.