મોરબીના રંગપર ગામની સીમમાં રોડ ઉપર ટ્રકે હડફેટે સાયકલ સવારનું મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામેની સીમ સોમનાથ પેટ્રોલપંપથી આગળ જેતપર તરફના રોડ પર ઉપર ટ્રકે હડફેટે લેતા સાયકલ સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગણેશનગરમાં રહેતા રવિભાઈ રમણીકભાઇ પરમાર (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૭-૨૦૨૩ ના રોજ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં અજાણ્યા ટ્રક ચાલકે પોતાના હવાલા વાળી ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને નીકળતા ફરીયાદીના પિતા રમણીકભાઇ ઉધમશીભાઇ પરમાર વાળા સાયકલ લઇને જતા હોય જેઓને હડફેટે લઇ રોડ પર પછાડી દઇ ટ્રક ચાલક પોતાનો ટ્રક લઇને નાશી જતા ફરીયાદીના પિતાને માથામા ગંભીર ઇજાઓ તથા શરીરે ઇજાઓ પહોચાડતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.