Saturday, June 14, 2025

મોરબીના રવાપર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના શહેરમાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના રવાપર ગામે હનુમાન ચોકમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૧,૮૪,૫૨૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨,૬૪, ૫૨૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના મોરબીના રવાપર ગામે હનુમાન ચોકમાં રહેતા આરોપી મુકેશભાઈ દાનાભાઈ જારીયા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલો નંગ-૬૦ જેની કુલ કી.રૂ. કુલ- ૧,૬૭, ૮૦૦/- તથા બીયર ટીન નંગ-૭૬ જેની કુલ કી.રૂ. ૧૬૭૨૦/- તથા એક્ટીવમા મો.સા રજી નં-GJ-03 -ND-9679 જેની કી.રૂ.૮૦ ,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ.૨,૬૪,૫૨૦/- નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર