Sunday, May 18, 2025

મોરબીના રવાપર ગામે ક્રિકેટ મેચ પર સટો રમતા એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર ગામના ઝાંપા પાસે જાહેરમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર હારજીત તથા રનફેર ઉપર સટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામના ઝાંપા પાસે જાહેરમાં આરોપી હરેશભાઈ રણછોડભાઈ ફેફર (ઉ.વ.૪૫) રહે. શ્રીજી હાઇટ્સ ફ્લેટ નં-૪૦૪ બોનીપાર્ક રવાપર રોડ મોરબી વાળાએ આરોપી અલીભાઈ રહે. મોરબી વાળા સાથે ફોન ઉપર વાતચીત કરી TATA IPL T-20મા PBSK અને RR ટીમો વચ્ચે ચાલતી ૨૦-૨૦ ક્રિકેટ મેચમાં હારજીત તથા રનફેર ઉપર સટો રમતા આરોપી હરેશભાઈ રણછોડભાઈ ફેફર ને રોકડ રકમ રૂ.૬૬૦ તથા મોબાઇલ ફોન નંગ -૨ કિં રૂ.૬૦૦૦ મળી કુલ કિં રૂ.૬૬૬૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક આરોપી અલીભાઈ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને ઈસમો વિરૂદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર