મોરબીના રવાપર રોડ પર વૈદેહી ફાર્મ નજીકથી બાઈક ચોર ઝડપાયો
મોરબી: મોરબીના રવાપર રોડ પર વૈદેહી ફાર્મ નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે બાઈક ચોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હ્યુમન સોર્સીસથી બાતમીદારો આધારે એ.એસ.આઇ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી રવાપરરોડ વૈદેહી ફાર્મ નજીકથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપી સંજયભાઇ કાળુભાઇ વિકાણી ઉ.વ.૧૯ રહે. જામનગર સમ્રાટનગર ખોડીયાર કોલોની ભાડાના મકાનમા મુળરહે. લાયન્સનગર શકતશનાળા વાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.