મોરબીના શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર વવાણીયા સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૨૫૦૦ નાં મુદામાલ સાથે સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર વવાણીયા સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો અશોકભાઈ બુટાભાઈ જોગડીયા (ઉ.વ. ૪૫) રહે. સો ઓરડી શેરી નં. ૧૩ મોરબી, રમેશભાઈ ચતુરભાઈ પાટડીયા (ઉ.વ. ૨૭) રહે શોભેશ્વર રોડ ઈરોજ કારખાનાની સામે મોરબી, વિષ્ણુભાઈ ખોડાભાઈ ધંધાણીયા (ઉ.વ. ૨૯) રહે શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી ૦૩ મોરબી, સોહીલભાઈ ઈકબાલભાઈ બેગ (ઉ.વ. ૩૫) રહે શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી ૦૩, ચેતન ઉર્ફે પંકજ રવજીભાઈ બારૈયા (ઉ.વ. ૨૧) રહે. શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી મોરબી, પરમેશ્વર કુમાર લાલબાબુકુમાર પ્રસાદ (ઉ.વ. ૩૮) રહે શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી મોરબી, અંકીતભાઈ ઓધવજીભાઈ વિરાણી (ઉ.વ. ૩૨) રહે વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૧૨૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.