મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ ખેતરમાં વિજળી પડતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા ઉ.વ.૪૫ વાળો સોખડા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં કામ કરતા હોય ત્યારે વિજળી પડતાં મુકેશભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
